બોટાદ તાલુકા પાળિયાદ અને તુરખા ગામ વચ્ચે કમખિયાના વળાંક પાસે ઈંગ્લીસ દારૂની 122 નંગ બોટલ ભરેલી ઇક્કો ગાડી પલ્ટી મારી જતા પાળિયાદ પોલીસે સ્થળ ઉપર જઈને જુદીજુદી બ્રાંડની 122 નંગ ઈંગ્લીસ દારૂની બોટલ અને ઇક્કો ગાડી મળી કુલ રૂ. ૩,36,600નો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.
પાળિયાદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. હેમુભાઇ જમોડ, પ્રહલાદસિંહ ચુડાસમા, સરફરાજભાઇ ગાંજા વગેરે પોલીસ સ્ટાફના તા.12/4/22નાં રોજ રાત્રે 11.10 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે સુખદેવસિંહ મહાવીરસિંહ ગોહીલ રહે.બોટાદ વાળો પોતાની ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી તુરખા થી પાળીયાદ તરફ આવતા કમખીયા પાસે વળાંકમાં ઇકો ગાડી પલ્ટી મારી ગઈ છે. જે બાતમીના આધારે પાળિયાદ પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોચી તપાસ કરતા મારૂતિ કંપનીની ઇકો ગાડી રજી.નં. GJ-33-B-1222ની પલ્ટી મારી ગઈ હતી.
જે ઇકો ગાડીમાં તેમજ ગાડીની બાજુમાં રોડની સાઇડમાં જમીન ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થાની અલગ-અલગ બ્રાન્ડની બોટલો વેરવિખેર હાલતમાં પડી હતી. જેમાં મેકડોલ્સ નંબર-1ની બોટલ નંગ-44, હરીયાણા ઓન્લી બોટલ નંગ-24 ની કિ.રૂ. 7200,રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ બોટલ નંગ-54 કી.રૂ. 16200 કુલ બોટલ 122 કી.રૂ.36,600 અને મારૂતિ કંપનીની કી.રૂ.300,000,/ મળી કુલ રૂ.૩,36,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે દારૂની હેરાફેરી કરતો ઇસમ સુખદેવસિંહ મહાવીરસિંહ ગોહીલ રહે.બોટાદ વિજય સોસાયટી વાળો ઇક્કો ગાડી પલ્ટી મારી જતા ગાડી મુકીને નાશી છુટ્યો હતો. . આ બનાવ અંગે પાળિયાદ પોલીસે સુખદેવ મહાવીર ગોહિલ રહે. બોટાદ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.