તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બોટાદ જિલ્લા તંત્રે રસીકરણ ઝૂંબેશ વધુ વેગવાન બનાવી

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જાગૃતિનાં પગલાં લેવાયાં બાદ આજે હામાપર, મોટી વાવડી સહિતના ગ્રામજનો કોરોના વિરોધી રસી મુકાવશે

સમગ્ર દેશભરમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાભરમાં પણ કોરોના વિરોધી રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લાલ વહિવટી તંત્ર દ્વારા બોટાદ જિલ્લામાં રસીકરણના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાના સીધા જ માર્ગદર્શનથી કોરોના રસી અંગે ગેરસમજ દૂર થાય અને વધુમાં વધુ લોકો રસીકરણ કરાવા પ્રેરાય તે માટે તે માટે સમજણ આપી જાગૃત કરવા સબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં રસીકરણ મિશનમાં વધારો થાય તે માટે વધુને વધુ કાર્યક્રમો હાથ ધરી રસીકરણ ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે.

ઝુંબેશના ભાગરૂપે બોટાદ મામલતદાર દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ કામગીરીને વધુ સઘન બનાવી છે. રસીકરણ ગુણોત્તરમાં સુધારો લાવવા માટે ગામડાઓના પેટા-ક્લસ્ટરો બનાવ્યાં છે તેમજ લોકોને સલાહ આપવા અને સુધારાલક્ષી પગલાં લેવા એક પુરુષ, સ્ત્રી સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સમસ્યાઓના નિવારણ માટે જ્ઞાતિના આગેવાનો, પ્રભાવી વ્યક્તિઓ, રસીકરણ કરાયેલા લોકો, સરપંચ, ટીસીએમ, ડોકટરો, આશા વર્કરો અને અન્ય અધિકારીઓ દ્વારા સંપર્ક અને સમજાવટની રીત અપનાવવામાં આવી રહી છે.

બોટાદ જિલ્લાના હામાપર ગામના લોકોને સલાહ આપી રસી સંબંધિત ગેરસમજ દૂર કરવામાં આવી હતી. આ પ્રયાસોના પગલે ગ્રામજનોએ રસીકરણ માટે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત રાણપુર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ગામના સરપંચ, સભ્યો તેમજ એપીએમસીના ચેરમેન, તાલુકા સદસ્યો આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર તેમજ રાણપુર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાથે વેકિસન આપવા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં તા.25ના રોજ 300 જેટલા ગ્રામજનો રસીકરણનો લાભ લેવા ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો