તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:બોટાદ 181 ટીમે આત્મહત્યા કરવા જતી મહિલા ને બચાવી

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક દિવ્યાંગ મહિલા લાઠીદડ રેલવે સ્ટેશને પહોંચી હતી

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને તા.3/9/21 ના કોઈ વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે એક મહિલા બોટાદ જિલ્લાના લાઠીદડના રેલવે સ્ટેશને આત્મહત્યા કરવાના ઈરાદાથી આવી છે. અમે બધાએ તેને રોકી રાખી છે તમે જલ્દી આવોને મદદ કરો. કોલ મળતા જ 181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ગોસ્વામી પૂજાબેન, પાયલોટ જમોડ હરેશભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાણવા મળ્યું કે તે મહિલા 2 કલાકથી અહીં આવ્યા છે અને ટ્રેન આવવાનો ટાઈમ થાય થાય ત્યાં પાટા પર જઈને સુઈ જાય છે. અને ટ્રેન ઉભી રખાવે છે ત્યાંના લોકોએ તેને પરાણે ત્યાંથી ઉભા કર્યા અને બાજુમાં લય આવ્યા અને 181 ની મદદ માગી હતી.

ત્યારબાદ 181ની ટીમે પીડિત મહિલા સાથે વાતચીત કરી તો મહિલા માનસિક અસ્થિર મગજના હતા તેઓ કય બોલતા ન હતા. બેનને તેમનું નામ અને સરનામુ પુછતા તેઓ કય જણાવતા ન હતા તેથી આજુબાજુ ના લોકો પાસે જાણકારી મેળવી કે પીડિતા બહેન ક્યાંના છે અને તેમની પાસેથી તેમના પતિનો કોન્સ્ટેક કરી તેમના પતિ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બેનને માનસિક બીમારી છે અને તે વારંવાર ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જાય છે. અને માનસિક બીમારીની દવા ચાલુ છે .

અન્ય સમાચારો પણ છે...