મિલન:બોટાદ 181 ટીમે 11 વર્ષની બાળકીના પરિવારને શોધી મેળાપ કરાવ્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકી ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ હતી

બોટાદમાં ગઢડા રોડ પાસે રહેણાંકી વિસ્તારમાંથી 11 વર્ષની બાળકી ચાલતા ચાલતા બોટાદ એસ.ટી.ડેપો પાસે પહોચી ગઈ હતી ત્યાંથી આ બાળકી પરત ઘરે જવાનો રસ્તો ભૂલી જતા બોટાદ 181 અભયમ ટીમે આ બાળકીનાં પરિવારને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બોટાદ 181 અભયમ ટીમને એક જાગૃત નાગરિકે ફોન કરી જણાવ્યું હતું કે એક અજાણી બાળકી બોટાદ એસ. ટી. ડેપો પાસે થોડા સમયથી છે આ બાળકીને ક્યાં જવું છે પૂછયું છતા કહેતી નથી અને બાળકી ચિંતામા છે તેમની મદદ માટે 181ની જરૂર છે.

કોલ મળતા જ ગણતરીના મિનીટોમાં બોટાદ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન , કોન્સ્ટેબલ શેખ અનિષા તેમજ પાયલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે પહોંચી અજાણી બાળકીની મદદ માટે પહોંચ્યા હતા. આ બાળકીને લોકોએ સુરક્ષીત જગ્યાએ બેસાડી રાખી હતી. 181 ટીમે બાળકી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્નો કર્યા હતો. પરંતુ બાળકીએ કોઈ પ્રકારની માહિતી આપી ન હતી. 181 ટીમે એસ.ટી. ડેપોથી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી.

ત્યાં આ બાળકી સાથે 181 ટીમે ફરીથી વાતચીત કરી ઘણા પ્રયત્નો પછી બાળકીએ જણાવ્યું હતું તે ઘરેથી ચાલીને એસ.ટી.ડેપોએ પહોચી હતી અને તેના માતા- પિતા હયાત હોવાનું જણાવ્યું હતું અને તેના પિતા કલર કામનું કામકાજ કરે છે માતા ઘરકામ કરે છે અને ગઢડા રોડ બાજુ તેનું ઘર છે પરંતુ બાળકીને ખાસ સરનામું યાદ આવતું નથી. ત્યારબાદ 181 ટીમ દ્વારા ગઢડા રોડ બાજુના વિસ્તારના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી છતાં કોઈ ખાસ માહિતી મળેલ ન હતી. ત્યારબાદ બાળકીને થોડી શાત્વના આપી શાંતિથી તેનું ઘર ક્યાં તે વિચારવાનું કહેલ વિચાર્યાબાદ પણ ફરીવાર ગઢડા રોડ જ જણાવેલ. તેથી 181 ટીમ બાળકીની સાથે ગઢડા રોડ બાજુના વિસ્તારમાં ઘર તપાસ માટે ગયા હતા.

બાળકી દ્વારા જણાવ્યું કે, રસ્તાના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા અંતે તેમના ઘર સુધી પહોંચ્યા હતા. બાળકીના ઘરે પહોચી 181 ટીમ દ્વારા બાળકીના પરિવારના સભ્યોને મળી ચોક્સ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગ્યા હતા અને આ પુરાવા યોગ્ય લાગતા માતા- પિતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી સવારે દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. તેઓએ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળી ન હતી. બાળકીનું પરિવાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કુમારાઉ ગામના વતની છે. હાલ પાચ વર્ષથી મજૂરી કામ માટે બોટાદમાં વસવાટ કરે છે. બાળકીએ પણ પોતાના માતા-પિતા હોવાનું જાણવાતા અભયમ ટીમ સલાહ, સૂચન, માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...