બેદરકાર તંત્ર:બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન રહેતાં લાશ 20 કલાક સુધી રઝળી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાળંગપુરની મહિલાનું મોત થતા પરિવારજનો લાશને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા
  • આરોગ્ય કેન્દ્રમાં​​​​​​​ ડોક્ટરોની બેદરકારી સામે આવી છે તેમ છતાં તંત્ર દ્વારા પગલાં લેવાતાં નથી

બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં હાઈવે ઉપર સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. આ હોસ્પિટલમાં ડોક્ટરો હાજર ન હોવાના કિસ્સાઓ વારંવાર‍ બનતા હોય છે. જેના લીધે દર્દીઓ પરેશાન થતા આ અંગે તંત્રને વારંવાર રજુવાત કરવા છતા આજદીન સુધી આ સમસ્યાનું નીવારણ થયુ નથી. ત્યારે આવો જ એક કિસ્સો ડોકટરની બેદરકારીના લીધે પ્રકાશમા આવ્યો છે. સાળંગપુર ગામે મહિલાનું અવસાન થતા તેની લાશને પીએમ માટે બરવાળાની સામુહિક હોસ્પિટલમાં તેમના પરીવારજનો દ્વારા લાવવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલમાં ડોકટર હાજર ન હોવાથી આ લાશ કલાકો સુધી હોસ્પિટમાં પીએમ રૂમમાં પડી રહી હતી. જેને લઈ પરીવારજનો આક્રોશ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લાનો બરવાળા તાલુકો અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર મધ્યમાં આવેલ શહેર છે. આ શહેરમાં હાઈવે ઉપર કરોડો રૂપિયાના ખર્ચે સામુહીક આરોગ્ય કેન્દ્ર બનાવામાં આવ્યુ છે હાઈવે ઉપર વારંવાર થતા અકસ્માતો અને આ તાલુકો ગુજરાતનો અતી પછાત હોવાથી તાલુકાના લોકોને આરોગ્યની સુવીધા વ્યવસ્થિત રીતે મળી શકે તેવી વ્યવસ્થા સરકાર દ્રારા કરવામા આવી છે

પરંતુ આ હોસ્પિટલમાં ડોક્ટરની અનિયમિતતા અને ગેરહાજરીના લિધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે જે અંગે તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા હજુ સુધી આ સમસ્યાનું નીરાકરણ થઈ શક્યુ નથી. બરવાળા તાલુકાના સાંળગપુર ગામે તા.8/7/22 ના રોજ બપોરના ત્રણ કલાકે કષ્ટ્ભંજનદેવ મંદીર સ્ટાફ ક્વાટરં રહેતા બીનતાબેન કાર્તિકભાઈ પટેલ (ઉ,વ 33 મુળ રહે. અરડી તા.પેટલાદ, જી આણંદ)નું અગમ્ય કારણોસર અવસાન થતાં તેમની લાશને પોસ્ટ મોર્ટમ કરાવવા માટે તેમના પરીવારજનો બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા

પરંતુ આ સી.એચ.સી.માં કોઈ ડોક્ટર હાજર ન હોવાથી મૃતકના પરિવારજનો દ્વારા હૉસ્પિટલમાં આજીજી કરી ડૉક્ટરને બોલાવી આપવા હાજર સ્ટાફને જણાવેલ પરંતુ હોસ્પિટલના ડોક્ટરો મોતનો મલાજો નહીં જાળવી પોતાની મનમાની ચલાવી જેનાં કારણે મૃતક મહિલાની લાશ 20 કલાક રઝળી પડી હતી.

જે બનાવથી ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી હતી.અગમ્ય કારણોસર બીન્તાબેન કાર્તિકભાઈ પટેલ ઉ.વ.33 નું મૃત્યુ થયેલ મૃતકના લાશને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરીના કારણે પરિવારજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આરોગ્ય વિભાગ તેમજ ડૉક્ટરો સામે ફિટકારની લાગણી સાથે ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...