તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન:બોટાદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં આવેલ નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા શિક્ષણ પારિતોષિક પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બી.એચ. ઘોડાસરાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાદું, અધિક જિલ્લા કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, પ્રમુખ બોટાદ શહેર ભાજપ ચંદ્રકાંતભાઈ સાવલિયા, કિશોરભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો, અધિકારી - પદાધિકારીઓ, શિક્ષકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા. શિક્ષક દિને યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષે ઉદ્દબોધનમાં બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકોનો ફાળો બહુમુલ્ય રહયો છે. બાળકોમાં સુ-સંસ્કારનું સિંચન થકી તેમનામાં સામાજીક ભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવનાનું નિર્માણ કરવાની કપરી જવાબદારી શિક્ષકો નિભાવી રહયાં છે.

શિક્ષણના કાર્યમાં મૂલ્યવર્ધનની સાથે શાળામાં આવતાં બાળકોને વધુ સારૂં ગુણાત્મક શિક્ષણ મળી રહે તે માટે શાળાકિય શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓમાં સત્રાંત - વાર્ષિક પરિક્ષાઓ, તાસ પધ્ધતિ અને વિષયવાર શિક્ષક પધ્ધતિ સહિતના અનેકવિધ પગલાઓ રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. શિક્ષકો પણ શાળામાં આવતાં બાળકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે તેમનામાં સંસ્કારિતતાના બીજનું આરોપણ કરવાનું બહુમૂલ્ય કાર્ય કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...