કાર્યક્રમનું આયોજન:બોટાદમાં 8 સ્થળે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉજ્જવલા યોજના 2.૦ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ અને 100 ટકા રસીકરણ થયેલા ગામના સરપંચને સન્માનિત કરાયા

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદ તાલુકાના પાળીયાદ ગામે ધારાસભ્ય સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને બોટાદ નગરપાલિકા વિસ્તારમાં નાનાજી દેશમુખ નગરપાલિકા હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બોટાદ જિલ્લામાં કુલ – 8 સ્થળોએ યોજાયો હતો જેમાં નગરપાલિકા વિસ્તાર બોટાદ નગરપાલિકા ખાતે 2 કાર્યક્રમ, ગઢડા નગરપાલિકા ખાતે એક કાર્યક્રમ અને બરવાળા નગરપાલિકા વિસ્તારમાં એક કાર્યક્રમ તથા દરેક તાલુકા વિસ્તારમા એક એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણ સિંઘ સાંદુ, અધિક જિલ્લા કલેકટર મુકેશ પરમાર, નાયબ કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જીલ્લા પંચયાત સા.ન્યાય સમિતિના ચેરમેન પ્રતિનિધિ પાલજીભાઇ પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને પાળીયાદ પૂ.વિસામણબાપુની જગ્યાના ભયલુભાઈ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરીબોના બેલી તરીકે જેની ઓળખ છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે તે નિમિત્તે સરકારે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે દરેક લોકોની ચિંતા કરી છે દરેક ક્ષેત્રમાં જુદી જુદી યોજનાઓ મુકી છે કઈ રીતે ગરીબોને ઉપયોગી થવું તે ચિંતા કરી જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓનો લાભ લાબાર્થીઓ સુધી પહોંચાડવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...