આયોજન:એનિમેશન ફિલ્મ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ બોટાદમાં રવિવારે દેખાડાશે

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ફિલ્મ મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવની અકલ્પનીય સત્ય જીવન કથા પર બનાવવામાં આવી છે

બોટાદમાં આવેલ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા આયોજીત શ્રીમદ્ રાજચંદ્ર એનિમેશન ફિલ્મ વિના મુલ્યે તા.9/1/21ને રવિવારનાં રોજ દેખાડવામાં આવશે . આ ફિલ્માં આત્મસિધ્ધી રચયિતા શ્રીમદ્ રાજચંદ્ર દેવનો મહિમા કરનાર પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામીના મંગલ આશીષથી પ્રેરણાદાયક અલૌકિક ક્ષમતા ધરાવતા યુગપ્રધાન મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવની અકલ્પનીય સત્ય જીવન કથા પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ મુંબઈ ખાતે તા 19 /11/2021 શુભ દિવસે આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી હતી.

આ ફિલ્મ દેશ વિદેશના યુવાનો, વયસ્કો સહિત, તમામ ધર્મ પ્રેમીના હ્રદયને જીતી રહી છે. આ ફિલ્મ બનાવવા માટે શ્રીધર કાકડેએ અત્યંત આધુનિક 3D એનિમેશન દશ્યોનો ઉપયોગ કયોઁ છે. આ ફિલ્મમાં ઝુમી ઉઠો તેવું ધરમ ભટ્ટે સંગીત આપ્યું છે. અમર બાબરીયા અને સુભવ ખેરે પ્રભાવીત અવાજથી વર્ણન કર્યું છે, પ્રશાંત મઝમુદારે સુર આપ્યા છે ભૈરવ કોઠારી આ ફિલ્મના નિર્દશક છે. આ ફિલ્મ ગુજરાતી, ઇગ્લીશ અને હિન્દી એમ ત્રણ ભાષા માં પ્રસ્તુત કરવામાં આવી છે.

આ એક અદભુત ફિલ્મ છે બાળ અવસ્થામાં “લક્ષ્મીનંદન” થી લઈને “શ્રીમદ્ રાજચંદ્ર” સુધીની અનોખી આધ્યાત્મિક સફર ને આમાં વણી લેવામાં આવી છે. આ ફિલ્મ માં મહાપુરૂષોની 55 હ્રદયસ્પશીઁ જીવન ની ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રીમદ્ રાજચંદ્રદેવના પ્રભાવમાં મહાત્મા ગાંધીજી અને જમસેતજી ટાટાથી લઈને લાખો લોકો આવ્યાં છે અને એવા કેટ કેટલાક પ્રસંગોનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...