કાર્યવાહી:બોટાદમાં પાસા હેઠળ અટક કરી આરોપીને જેલભેગો કર્યો

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી દારૂના ગુનામાં સંડોવાયેલો હોવાથી પોલીસે અટક કરી ભુજ જેલમાં ધકેલ્યો

બોટાદ એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ ભવદિપભાઇ છગનભાઇ પાવરા (ઉવ.૨૪ રહે. ઢસાગામ)ને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના આધારે બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.બી.દેવધા દ્વારા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ ભવદિપભાઇ છગનભાઇ પાવરા (ઉવ.24 જા.તે.રજપુત રહે. ઢસાગામ નોલીપરા ભંડારીયા રોડ વિવેકાનંદ સ્કુલ પાસે તા.ગઢડા )વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ તુષાર સુમેરાએ પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા, એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ. વનરાજભાઇ વિશુભાઇ બોરીચા, રામદેવસિંહ ચાવડા, મયુરસિંહ ડોડીયાએ આરોપીને તેના ઘરેથી ઝડપી તેઓનો કોવિડ ટેસ્ટ કરાવી કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા તા. 4/10/21ના રોજ પાસા વોરંટની બજવણી કરી પાલારા(ભુજ) જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...