બોટાદ એસ.ઓ.જી, એલ.સી.બી ટીમે પૂર્વ બાતમીના આધારે વોંચ ગોઠવી પાંચ માસ પહેલા અમદાવાદથી ચોરી કરેલ રીક્ષા સાથે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા. કરનરાજ વાઘેલા પોલીસ અધિક્ષક દ્વારા બોટાદ LCB/SOG અધિકારી તથા પોલીસ સ્ટાફને સૂચના અપાઈ હતી જે સુચનાને લઈ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.દેવધા એલ.સી.બી શાખાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખા તથા એલ.સી.બી શાખાના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન બજરંગ પાન સેન્ટર પાસે એક નંબર પ્લેટ વગરની રિક્ષા પડેલ હોય જેના ચેચીસ નં. MD2A27AYAKWH24931 એજીન નં. AZYWKG54671 વગરની અને રિક્ષા ચાલક પાસે રિક્ષાના આધાર પુરાવા માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા આ રિક્ષા પોતે છળ કપટ કે ચોરીથી મેળવેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરી મુળ RTO રજી.નં.GJ 27 TA 5639 ના હોય જેના મુળ માલીક અંગેની તપાસ કરી આ આરોપી લાલો ઉર્ફે લાલજી ભોપાભાઇ સોલંકી રહે, રાધેકૃષ્ણ-૨ ગઢડા રોડ બોટાદવિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.