તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાળંગપુર ગામમાં પશુ સારવારમાં ગયેલી 1962ની ટીમને ધમકી મળી

બોટાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીમાર ગાયની સારવાર માટે ગયેલી ટીમે ગાયને થાંભલે બાંધવાનું કહેતાં ઉશ્કેરાયેલા યુવકે ગાડીના કાચ તોડ્યા

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે પશુ સારવાર માટે ગયેલ 1962ના એબ્યુલન્સ ડ્રાઇવર અને પશુ ડોક્ટરને ગાય બાંધવા બાબતે ભરવાડે માથાકુટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બરવાળા પોલીસે બે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 1961 પશુ ફરતુ દવાખાનામાં ડ્રાઇવર યુવરાજસિંહ રાઠોડ અને તેમની સાથે રહેલા પશુ ડો. નરશીભાઇ બન્ને તા. 5/6/21ના રોજ નોકરી પર હાજર હતા તે દરમિયાન 1962 કંટ્રોલ રૂમ અમદાવાદથી કોલ સાળંગપુર મંદિરની બાજુમાં ભુપત ભરવાડની ગાય બીમાર છે તેની વર્ધી આવતા ડ્રાઇવર યુવરાજસિંહ રાઠોડ અને ડો. નરશીભાઇ વર્ધીવાળી જગ્યાએ જતા ત્યા ભુપત ભરવાડ અને તેની સાથે બીજો એક યુવક હતો ત્યારે ડો. બીમાર ગાયને થાંભલે બાંધવાનુ કહેતા ભુપત ભરવાડે એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી લાકડીથી એમ્બ્યુલન્સના ડ્રાઇવર યુવરાજસિંહ રાઠોડને માર્યો હતો. અને એમ્બ્યૂલન્સના બોનેટ ઉપર લાકડી મારી એમ્બ્યુલન્સને નુકસાન પહોચાડ્યુ હતુ.

આ બાબતે યુવરાજસિંહ રાઠોડે તેમના પી.સી સંજ્યભાઇ ઢોલાને ફોન કરી વાત કરતા હતા. ત્યારે ભુપત ભરવાડ સાથે રહેલા અન્ય યુવકે ફોન લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે યુવરાજસિંહ રાઠોડે બરવાળા પોલીસ સ્ટેશનમા ભુપત ભરવાડ અને તેની સાથે રહેલા અન્ય અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સહદેવદાન ગઢવી ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બિમાર ગાયની સારવાર માટે ગયેલી એમ્બ્યૂલન્સની ટીમ પર હુમલો થતાં ચકચાર મચી છે. સરકારી કર્મચારી પર થયેલા હુમલાને કારણે હુમલો કરનારા અને ધમકી આપનારા યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...