મહિલાઓ માટે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનમાં બોટાદના ગઢડા તાલુકાના એક ગામમાંથી મહિલાએ 181મા કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સેલર જલ્પાબેન પરમાર, કોન્સ્ટેબલ કણઝરીયા પાયલબેન અને પાયલોટ ઝાલા કુલદીપભાઈ સહિતની ટીમ મહિલાની મદદએ દોડી ગયા હતા. કાઉન્સેલરે મદદની પૂરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં 2 બાળકો છે.તેમના પતિ બીમાર રહેતા હોય તેથી કઈ કામકાજ કરી શકતા નથી.
તો મહિલા વાડીમાં મજુરી કામ કરે છે તો તેના પતિ ચારિત્ર્ય ઉપર શંકા કરી અને ઝગડો કરી તેણીને ઘરમાંથી કાઢી મૂકેલ આથી પોતાના પિયરમાં આવી ગઈ હતી.અને તને નથી જોઈતી તેમ કહી દીકરાને તેમના પતિ જબરજસ્તીથી લઈ ગઈ અને આપવાની ના પાડે છે મહિલાએ પોતાની હકીકત વર્ણન કરતા અભયમ ટીમ મહિલાને લઈ તેમના ઘરે પહોંચ્યા જ્યાં મહિલાના પતિ અને સાસુ -સસરા હાજર હતા તેમનું કાઉન્સેલિંગ કરી માતાને તેનું બાળક સોંપી દેવા સમજાવ્યા હતા અને મહિલાના પતિએ બાળક સોંપી દીધું અને મહિલાનું તેમના બાળક સાથે મિલન થતાં માતાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા અને અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરતા પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. ત્યારબાદ બન્નેને યોગ્ય સલાહ -સૂચન અને કાયદાકીય માર્ગદર્શન આપ્યુ હતુ અને બન્ને પતિ -પત્ની સમાધાન માટે તૈયાર થયા હતા. અને બન્ને શાંતિથી જીવન જીવશે તેમ જણાવ્યુ હતુ આમ અભયમની ટીમે એક માતાનું તેના બાળક સાથે મિલન કરાવાની સાથે દંપતિના સુખી જીવન માટે સમાધાન કરવા માટે પણ તૈયાર કર્યા હતા.આ રીતે આ કેસમાં સમાધાન થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.