ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ગઢડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. હાલમાં મોંઘા આરોગ્યના ખર્ચ સામે ગર્ભવતી મહિલાઓ કે જેવો વધુ રૂપિયા ખર્ચ કરી પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિલિવરી ન કરાવી શકતા આજે ગઢડાના સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ડોકટરની સુજબૂજ થઈ સફળ ડિલવરી કરાવી આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ગાયનેક તરીકે ફરજ બજાવતા તબીબ કથન આચાર્ય દ્વારા સમગ્ર જીલ્લામાં વર્ષ 2016 પછી ગત નવેમ્બર 2022 ના માત્ર એક મહિનામાં 92 જેટલી નોર્મલ અને જોખમી હોય તેવી સફળ ડિલિવરી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવતા લોકો માટે આશીર્વાદ સમાન સેવા પૂરવાર બની રહી છે.
એક મહિનામાં 92 જેટલી સફળ ડીલિવરી
જૂનાગઢના વતની અને ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતા ડૉ. કથન આચાર્યએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અહીંયા સિઝેરિયન ઓપરેશન કરવામાં આવતું નથી. આ હોસ્પિટલમાં છેલા 6 વર્ષની સરખામણીએ 2016 થી અત્યાર સુધીમાં ગત નવેમ્બર 2022 દરમિયાન બોટાદ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં નવેમ્બર 2022માં થયેલી ડિલિવરીના આંકડા મુજબ CHC બરવાળા - 42, CHC લાઠીદડ -07, CHC પાળીયાદ - 10, CHC રાણપુર - 16 અને બાકી CHC કુલ -75 મુજબ ગઢડા ખાતે સૌથી વધુ એટલે કે ગત એક મહિનામાં 92 ડીલિવરી એક પણ માતા કે બાળકના મરણ વગર સફળતા પૂર્વક કરાવવામાં આવેલી છે.
લોકોને સમય તથા નાણાંના બચાવથી રાહત
આ 92 પૈકી 8 જેટલી જોખમી ડીલિવરી કરાવવામાં આવેલી હતી. જેમાં મશીનથી ડિલિવરી, ઊંધું બાળકની ડિલિવરી, મરડો થયો હોય એ સાથે પેટની અંદર મરી ગયેલા બાળકની નોર્મલ ડિલિવરી, ભરડો નીચે આવી ગયેલાની નોર્મલ ડિલિવરી, ચેપ લાગેલા દર્દીની ડિલિવરી, ડિલિવરી પછી વધુ પડતું લોહી પડવું, બ્લડ પ્રેસર સાથે ડિલિવરી જેવી જોખમી ડીલિવરી પણ કરાવામાં આવેલી હતી. આમ ગઢડા તાલુકાની ગઢડા રેફરલ હોસ્પિટલના ગાયનેક દ્વારા પોતાની આગવી સૂઝબૂઝથી સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવતા લોકોને સમય તથા નાણાંના બચાવથી રાહત મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.