ગઢડા ખાતે આવેલા ભકતરાજ દાદા ખાચર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી NSS વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ યોજાયો
સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. સેંજલિયાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રેડક્રોસ સોસાયટી વતી આવેલા ટીમે થેલેસેમિયા ટેસ્ટનાં મહત્વ વિશે સમજૂતી આપી હતી. NSS કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યાએ થેલેસેમિયા અંગે માહિતી આપી હતી અને ટેસ્ટની ઉપયોગીતા સમજાવી હતી. સંસ્થાનાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ટેસ્ટ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. NSS સ્વયંસેવકોએ ટેસ્ટ દરમિયાન ઉમદા સેવા પૂરી પાડી હતી. શારીરિક તાલીમ નિર્દેશક ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ, હેલ્થ અને હાઈઝીન વિભાગનાં અધ્યક્ષ ડૉ. રાજેશ કોઠારી, સમાજશાસ્ત્ર વિભાગનાં ડૉ. મેઘરાજસિંહ જાડેજા, અમિતભાઈ રાણાએ કેમ્પ દરમિયાન સતત ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન NSS વિભાગ વતી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા પ્રા. કોમલ શહેદાદપુરીએ કર્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.