હુમલો:બોટાદમાં પત્ની સાથેના પ્રેમ સંબંધની શંકાએ યુવકને માર્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પતિએ બે યુવકો સાથે મળી વહેમ રાખી યુવકને ધમકી આપી

બોટાદમાં તુરખા રોડ ઉપર રહેતા ઋત્વીક કમલેશભાઈને તેની પત્ની હિરાબેન સાથે કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ પરમાર સાથે પ્રેમ સબંધ હોવાનો વહેમ રાખી કલ્પેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે ત્રણ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી માહિતી મુજબ બોટાદમાં શિવપરામાં રહેતા અને મંગળપરા હીરાનું કામ કરતા કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ પરમાર ઉ.વ.29 તા.18/12/21નાં રોજ બપોરનાં 1.00 કલાકે કારખાને જમીને પાન માવો ખાવા નીચે ઉતર્યા હતા તે દરમિયાન તેમની સાથે હીરાના કામે બસતા હિરાબેનનાં પતિ ઋત્વિક કમલેશભાઈ ઉર્ફે માયકલ કોળીએ તેની પત્ની હીરાબેન સાથે કલ્પેશભાઈને પ્રેમ સબંધ હોવાનો વહેમ રાખી બે મિત્રો સાથે મળી લોખંડનાં પાઈપ વડે માર માર મારતા કલ્પેશભાઈને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઋતિક કોળીએ કલ્પેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમેકી આપી હતી. આ બનાવ અંગે કલ્પેશભાઈ પરમારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ઋત્વીક કોળી અને અન્ય બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...