તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોર્પોરેશનના ડબ્બામાં રહેલ ગૌ-વંશને મુક્ત કરવા મુખ્યમંત્રીને રજૂઆત

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમીના પાવન પર્વની દરેક કૃષ્ણપ્રેમી ભક્તો હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરે છે. ત્યારે કૃષ્ણ પરમાત્માને અતિ પ્રિય એવી ગાય માતા ને રાજ્ય ના દરેક કોર્પોરેશનના ઢોર ડબ્બા માં ગોંધી રાખવા યોગ્ય ન ગણી શકાય,તેના કારણે કરોડો ગૌ-પ્રેમીની લાગણી દુભાય છે, ગાય માતા હંમેશા હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે, ગાય માતામાં દેવતાનો વાસ મનાય છે, આવા ગૌ-વંશને જન્માષ્ટમીના પાવન પર્વે ઢોર ડબ્બામાંથી મુક્ત કરી કરોડો હિન્દુ ધર્મના માનવીઓની લાગણીને માન આપશો, આ જન્માષ્ટમીએ કોર્પોરેશન દ્વારા રાજ્યના ઢોર ડબ્બામાં રહેલ ગૌ-વંશને મુકત કરાય તેવી યુવા માલધારી અગ્રણી જગદીશ ભરવાડ દ્વારા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...