તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ધોલેરા ગામના આકારણી રજિસ્ટરો શોધવા માટે રજૂઆત

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરોધપક્ષ નેતા પરેશભાઇ ધાનાણીએ ધોલેરા ગ્રામ પંચાયતના વર્ષ 1968 થી 2012 સુધીના આકારણી રજીસ્ટરો શોધવા માટે જીલ્લા વિકાસ અધિકારીને નિયમોનુસાર કાયૅવાહી કરવા પત્ર લખી રજુઆત કરી હતી.

ધોલેરા ગ્રામ પંચાયતના વર્ષ 1968થી 2012 સુધીની આકારણી રજીસ્ટરો હાલમાં તલાટી કમમંત્રી પાસે ચાર્જમાં મળ્યા નથી અને હાલની કચેરીના મિલ્કત વેરા આકારણી તાલુકા પંચાયત કચેરી ધોલેરા ,તા. 08/06/2020 પત્રના અનુસંધાને ધોલેરા ગ્રામ પંચાયત દ્વારા આકારણી રીવાઈઝ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જ્યારે ગ્રામ પંચાયતમાં વર્ષ. 1968 થી 2012 સુધીના આકારણી રજીસ્ટરો ઉપલબ્ધ નથી અને જુના રેકોર્ડ્સ ઉપલબ્ધ ન હોય તેમ છતાં આકારણીરીવાઈઝ કરવામાં આવે તો ગ્રામજનોને મિલ્કતનાં ટાઈટલ સંબંધિત તેમજ મિલકત સબંધી તકરારો ભવિષ્યમાં ઉપસ્થિત થવાની શક્યતા રહેલી છે. જેથી જ્યાં સુધી વર્ષ1968 થી 2012 સુધીના આકારણી રજીસ્ટરો તલાટી મંત્રીને જ્યાં સુધી ચાર્જમાં ન મળે ત્યાં સુધી આકારણી રીવાઈઝ કરવાની કામગીરી ધોલેરા ગામની જનતાનાં હિતને ધ્યાનમાં રાખી સ્થગિત કરવા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રૂદ્રદિપસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ટી.ડી.ઓ.ને આકારણી રીવાઈઝ કરવાની કામગીરી સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતનાને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે લેખીતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...