તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવા CMને રજૂઆત

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોટાદના શિક્ષક અને તેમના બનેવીના પરિવારને યુવક ખોટી રીતે હેરાન કરતો હોવાથી મુખ્યમંત્રીને રજૂઆત

બોટાદના રહેતા અનિરૂદ્ધસિંહ મકવાણાના પરિવાર અને તેમના બનેવી ભારતસિંહ સિંઘવના પરિવારને ચુડા તાલુકાના ચોકડી ગામના મહાવીરસિંહ સિંઘવ દ્વારા મારી નાખવાની ધમકી અને અનેક વાર હુમલાઓ કરવામાં આવતા અનિદ્ધસિંહ જે. મકવાણા દ્વારા આ અસામાજિક તત્વ મહાવીર સિધવ વિરૂદ્ધ કડક પગલા લઇ શખ્ત કાર્યવાહી કરવા માટે લેખીતમા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં અનિરૂદ્ધસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે હું બોટાદમાં રાજપૂત ચોરા પાસે સંયુક્ત કુટુંબ પરિવાર સાથે રહુ છુ અને છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે અધ્યાપક તરીકે કામગીરી કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી આ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકેની જવાબદારી નિભાવુ છુ અમને અને અમારા બનેવી ભરતસિંહ સિંધવ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની છે તેઓને મહાવીરસિંહ ભગવાનભાઈ સિંઘવ દ્વારા સખત શારીરિક અને માનસિક ત્રાસ રહે છે અને મારી નાખવાની ધમકી આપી છે તેમજ ધમકી મળ્યા બાદ અનેકવાર હુમલાઓ પણ કર્યા હોવાથી અમારા બનેવી ભરતસિંહ સિંઘવ ચોકડી ગામથી બોટાદ અમારી સાથે રહેવા માટે મજબુર છે.

બોટાદમાં પણ આ માથાભારે તત્વો દ્વારા અવાર નવાર ફોન કરી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરે છે. આ ઉપરાંત તેઓ અમારા પરિવાર સાથે રહેવા આવ્યા હોવાથી તેની દાઝ રાખી અમારા નાનાભાઈ અમરસિંહ પર તા. 16-11-20 નાં રોજ હુમલો કર્યો હતો જેની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં ખાતે નોંધાવી હતી.

ત્યારબાદ અમારા બનેવીને તેમના માતાનું અવસાન થતા ચોકડી ગામે અમારા બનેવી તથા બેન તથા પાળીયાદ ખાતે રેહેતા અમારા ભાણેજ રવિરાજસિંહ રાઠોડ તેમજ અન્ય સગાવાલા ચોકડી અંતિમવિધિ માટે ગયા હતા તે દરમિયાન પણ સમશાનમાં પણ આ મહાવીર સિંધવ તેના સાગરીતો મયુર ડોડિયા, ઉમેશ પરમાર અને એક અજાણ્યો શખ્સે મહાવીર સિંઘવે ફાઈરિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો