તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી લાભથી છાત્રો આકર્ષાયા:બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ ખાનગી છોડી સરકારી શાળા તરફ વળ્યા

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1158 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, વિવિધ સરકારી લાભથી છાત્રો આકર્ષાયા

બોટાદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ધો-1 થી 8 અને સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ- 9 થી 12માં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રેરાયા છે. હાલમાં જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી થઇ છે તેમજ હાલની કોવીડ-19 ની મહામારીમાં ખાનગી શાળાઓની ફી ભરવી પરવડતી ન હોય ત્યારે સરકારી શાળાઓમાં નિયમિત ઓનલાઈન શિક્ષણકાર્ય, મફત શિક્ષણ, મફત પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ, સાયકલ સહાય વગેરે લાભો મળે છે.

જેના લીધે બોટાદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 588, રાણપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 121, ગઢડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 94, બરવાળા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 74 બોટાદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 868 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

બોટાદ તાલુકાની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 176, રાણપુર તાલુકાની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 104, ગઢડા તાલુકાની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 08, બરવાળા તાલુકાની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 મળી બોટાદ જિલ્લાની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 290 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેથી સારૂ શિક્ષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...