રજૂઆત:બરવાળા હાઈવે ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવા શહેરીજનોની ઉગ્ર માંગણી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધારપટને લીધે રાતે વારંવાર અકસ્માત સર્જાતા અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, સરકારી કચેરીઓ હાઇવે પર આવેલી છે

બરવાળા શહેર અમદાવાદ ભાનવગર હાઈવે ઉપર આવેલું છે. શહેર છે. આ શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ હાઇવે ઉપર આવેલી છે. અને મોટાભાગનાં વેપાર ધંધા હાઈવે ઉપર થતા હોવાથી રાત્રી દરમીયાન હાઈવે ઉપર આવેલ ખોડિયાર મંદિરથી સાળંગપુર ત્રણ રસ્તા સુધી અંધારપટનાં લીધે વારંવાર રાહદારીઓ અકસ્માતનાં ભોગ બન્યા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ હાઈવે ઉપર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે જેથી કરી વારંવાર બનતા અકસ્માતો ટળે અને લોકોને આ અંધારપટમાંથી મુક્તિ મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રીટલાઈટ નાખવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી હતી.

બરવાળા હાઈવે અમદાવાદ ભાવનગરનો ધોરી માર્ગ હોવાથી તેમજ બરવાળાની બાજુમાં વિશ્વ વિખ્યાત સાળંગપુર ગામે હનુમાનજી મંદિર આવેલું છે તેમજ બરવાળા શહેર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર હોવાથી આ હાઈવે રાતદિવસ વાહનોથી ધમધમી રહ્યો છે. માટે રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટની તાતી જરૂરિયાત છે. બરવાળા શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ હાઈવે ઉપર આવેલી છે જેમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન, ન્યાય કોર્ટ, સરકારી હોસ્પિટલ, ફોરેસ્ટ કચેરી, ટેલીફોન કચેરી શહેરની મોટાભાગની કચેરીઓ હાઈવે ઉપર આવેલી છે. તેથી આ હાઈવે ઉપર લોકોની અવરજવર વધુ રહેતી હોવાથી રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ હોવી જરૂરી છે.

આ હાઈવે ઉપર રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ ન હોવાને લીધે પગપાળા ચાલતા રાહદારીઓ અને રોડ ક્રોસ કરી રહેલ લોકો અંધારાના લીધે અકસ્માતનો ભોગ બનતા હોય છે આવા વારંવાર બનતા અકસ્માતથી ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...