રાણપુર ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ કેટલાય સમયથી હડતાલ પર હોવાથી રાણપુર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ કચરાના થર જામી ગયા છે જેની સફાઈ કરવા માટે ગ્રામપંચાયત દ્વારા કોન્ટ્રાક્ટથી સફાઈ કરાવતા હતા તે દરમિયાન હડતાળ ઉપરના કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાકટ ઉપર સફાઈ કરવા આવેલા કર્મચારીઓ ઉપર હુમલો કરી સફાઈ કામગીરી ન કરવા દીધી. રાણપુર ગ્રામ પંચાયતનાં સફાઈ કર્મચારીઓ 40 વર્ષથી નવા સરપંચ આવે એટલે હડતાળ ઉપર જઈ વર્ષોથી પોતાની મનમાની કરતા આવ્યા છે.
ત્યારે રાણપુરમાં હાલના નવા ચૂંટાયેલ સરપંચે સફાઈ કર્મચારીઓને બંને ટાઈમ કામે ચઢાવ્યા પછી પણ રેગ્યુલર કામ નહી કરતા અને 30 દિવસથી હડતાળ ઉપર ઉતરી જતા રાણપુર ગ્રામપંચાયત દ્વારા જાહેરાત આપી કોન્ટ્રાકટ ઉપર સફાઈ કામ એક વાર કરાવ્યું હતું ત્યાબાદ એકવાર ગ્રામપંચાયત સરપંચ અને પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ જાતે રાણપુરની સફાઈ કરી હતી. ત્યારબાદ 3/08/2022ના રોજ કોન્ટ્રાકટ ઉપર સફાઈ કરવા આવેલ કામદારો ઉપર રાણપુર ગ્રામપંચાયતના હડતાળ ઉપર ગયેલા સફાઈ કામદારોએ દાદાગીરી કરી આ સફાઈ કામદારોને સફાઈની કામગીરી કરવા દેવામાં આવી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.