કાયદેશરની કાર્યવાહી:બોટાદમાં વરલી મટકા રમતા 16ને સ્ટેટ મોનિ. સેલ ટીમે ઝડપ્યા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય મોનિટરીંગ સેલનાં અધિકારીએ જુગારીઓ પાસેથી રૂ. 1,27,540નો મુદ્દામાલ કબ્જે કર્યા

ગુજરાત રાજ્ય મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા બોટાદમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ ગુજરાત રાજય દ્વારા બોટાદમાં પાંજરાપોળ રોડ નાદિરાબેનનાં હોસ્પિટલ પાસે રેઇડ પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા 16 ઇસમોને રૂ. 1,27,540નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી કે બોટાદમાં આવેલ પાંજરાપોળ રોડ પુનમ કોમ્પલેક્ષમાં પહેલા માળે દુકાનોની વચ્ચેનાં ભાગે ખુલ્લી જગ્યામાં રેઇડ પાડી પોતાના મળતીયા માણસોને રાઈટર તરીકે બેસાડી બહારથી માણસો બોલાવી વરલી મટકા આંકડા ફરકનો જુગાર રમી રમાડવામાં આવે છે જે બાતમીના આધારે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ તા.18/5/22નાં રોજ બપોરનાં 15.૩૦ કલાકે બાતમીવાળી જગ્યાએ રેઇડ પાડી કુલ 16 ઇસમોને રૂ. 1,27,540નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે અબ્દુલ કાદર ખંભાતી રહે. બોટાદ, મહેન્દ્ર શાંતિલાલ શાહ રહે. બોટાદ, પ્રતિક મહેન્દ્ર શાહ રહે. બોટાદ, મહંમદ છોટુ દરેડીયા રહે. બોટાદ, મહેશ નટવર વાઘેલા રહે. બોટાદ, રોહિલ રાજુ માંકડ રહે. બોટાદ, સુરેશ વાઘા માલકીયા, અર્જુન વિરમ દેવીપૂજક, ધીરૂ રામજી ચેખલીયા રહે. તા.ગઢડા, મુકેશ ભૂપત ચેખલીયા રહે. દેવગણા, કનું કેશવ વ્યાસ રહે. દેવધરી, નાગર જીવા પરમાર રહે. ભાંભણ, વીનું વસંત ધલવાણીયા રહે.બોટાદ, ભુપેત સુરા ચેખલીયા રહે. તા.રાણપુર, રમેશ રતનાં દેવીપૂજક રહે. તા. રાણપુર, ભરત ગોરધન ચૌહાણ રહે. બોટાદને ઝડપી પાડી બોટાદ પોલીસેને સોપી બોટાદ પોલીસે તમામ આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...