તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સંકલન સમિતીની બેઠક ઓનલાઇન શરૂ કરો

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકાના ધારાસભ્યે માંગકરી
  • સંકલન સમિતિની બેઠકો બંધ હોવાથી લોકોના પ્રશ્નોનો નિકાલ થતો નથી

કોરોના મહામારીના કારણે માર્ચ-2020 થી જિલ્લા અને તાલુકાની સંકલન સમિતિની બેઠકો બંધ કરવામા આવી છે જેના લીધે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાથી પ્રજાને ભારે હાલાકી ભોગવી પડે છે માટે ધંધુકા ધારાસભ્યએ સંકલન સમિતિની બેઠકો ઓનલાઇન બોલાવવા માટે મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીને રજુઆત કરી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા જે તે વિસ્તારના સ્થાનિક લોકોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જિલ્લા અને તાલુકા સંકલન સમિતિની બેઠકો નિયમિત મળતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે માર્ચ 2020 થી આ બેઠકો બંધ કરવામા આવી છે. આ બેઠકમા પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અંગે સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા તાલુકાના અધિકારીઓ વચ્ચે સીધી ચર્ચા થતી હતી અને પ્રજાના પ્રશ્નોનો સીધો હકારાત્મક નિકાલ આવતો હતો પરંતુ કોરોના મહામારીના કારણે આ બેઠકો બંધ થઇ જતા પ્રજાના પ્રશ્નોનો નિકાલ થઇ શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...