માંગણી:ધંધુકાથી ભાવનગરની રાતની બસ સેવા શરૂ કરો

બોટાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતે 8.30 કલાક પછી ભાવનગરથી ધંધુકા બસ શરૂ કરવા ડેપો મેનેજરને રજૂઆત

ભાવનગર થી ધંધુકા રૂટની રાત્રે 8.30 પછી એક પણ એસ.ટી. બસ ની સુવિધા નો હોવાથી મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ધંધુકા કાપડ દ્વારા ભાવનગર થી ધંધુકા રૂટની રાત્રે 8.30 કલાક બાદ એસ.ટી. બસ શરૂ કરવા માટે ધંધુકા ડેપોમેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે ભાવનગર થી ધંધુકા આવવા માટે રાત્રે 6.00 પછી એક પણ એસ.ટી. બસની સુવિધા નથી જેના લીધે વેપારીઓ અને આમ જનતાને મુસાફરી માટે ખુબ જ મુશ્કેલી પડે છે. માટે ભાવનગર થી રાત્રે 8.30 થી 9.00 કલાક સધીમાં એક બસ શરૂ કરવામાં આવે તો વેપારીઓ અને અન્ય મુસાફરોને રાહત મળી શકે તેમ છે. અંગે ધંધુકા વેપારી એસોસિએશન દ્વારા ધંધુકા ડેપો મેનેજરને તા. 23/11/21 નાં રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.રાતની બસ સેવા હોવાને કારણે ક્યારેક લોકોને ખરીદી કરવામાં મોડું થાય તો ખાનગી વાહનોના સહારે આવવું પડે છે. જેના કારણે લોકોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. સાંજના 6 વાગ્યા બાદ એક પણ બસ ન હોવાથી ભાવનગર ગયેલા નાગરિકો તથા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી બસ શરૂ કરવા માગણી છે.

અન્ય સમાચારો પણ છે...