તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગુલાબી ઈયળના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે આગોતરૂ બી.ટી.કપાસનું વાવેતર કરેલ હોય તેવા બી.ટી કપાસમાં છુટા-છવાયા ગુલાબી ઈયળનો ઉપદ્રવ ચાલુ થઈ ગયેલ છે. ગુલાબી ઈયળના પુખ્ત ફુદા ઘાટા બદામી રંગના હોય છે અને તે કપાસનાં ખેતરમાં ઉડતા જોવા મળે છે. પુખ્ત નર ફુદાના મોજણી અને નિગાહ માટે એક હેકટરે ૫ ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ઈંડાનો નાશ કરવા માટે પ્રોફેનોફોસ 50 ઈ.સી. 10 લીટર પાણીમાં 10 મી.લી. ભેળવી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઈયળ પ્રથમ અને બીજા અવસ્થાની સફેદ રંગની, ત્રીજા અવસ્થાની ગુલાબી રંગની હોય છે.

અન્ય સમાચારો પણ છે...