તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જુના નાવડા ગામમાં સ્વયંભૂ 8 દિવસ લોકડાઉન કરાયું

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કેસમાં સતત વધારો થતા સરપંચે લોકડાઉનનો નિર્ણય કર્યો

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના લીધે હાલમા ગામડાઓ અને શહેરમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે બરવાળા તાલુકાના જુના નાવડા ગામે કોરોના મહામારીના કારણે ગામલોકોના સ્વાસ્થયને ધ્યાને લઇ ગામના સરપંચે ગ્રામપંચાયના સભ્યો અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાના લોકોના સ્વાસ્થયને ધ્યાનમા લઇ ને આઠ દિવસ માટે સ્વેચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

લોકડાઉન દરમિયના ગામમા આઠ દિવસ માટે સવારે 7 થી 9 કલાક સુધી જીવનજરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલી રહેશે. તેમજ ગામમા ઉકાળાનુ વિતરણ, ડો. ગોવલેકરની દવાનુ વિતરણ કરવામા આવશે તેમજ ગામના લોકોને કામકાજ સિવાય ઘરની બહાર ન નિકળવા અને બહાર નિકળે ત્યારે માસ્ક ફરજિયાત ફહેરવા માટે અને કોરોના ગાઇડલાઇનના નિયમોનુ પાલન કરવા માટે ગ્રામપંચાયત સરપંચ ચંદુભાઇ રાઠોડ દ્વારા સુચના આપવામાં આવી છે. સરકારી ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે પગલાં લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો