તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતો સામે કાર્યવાહી:ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને 2 વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરાયા

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી - Divya Bhaskar
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી
  • પોલીસની દરખાસ્ત બાદ હુકમ કરવામા આવ્યો- SDM
  • સંસ્થાના દબાણ હેઠળ હુકમ કરવામા આવ્યો-એસ.પી. સ્વામી

ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે. સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરાયો હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો છે.

પૂર્વ કોઠારી ધનશ્યામ સ્વામી
પૂર્વ કોઠારી ધનશ્યામ સ્વામી

ગઢડા ગોપીનાથજી મંદિર ના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. બંનેને બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે,તડીપારના હુકમ અંગે સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટે નિવેદનમાં જણાવ્યા મુજબ તડીપારની નોટિસ ને લઈ બચાવ માટે પૂરતી તક આપવામાં આવેલ હતી. એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ 307, મારામારી જેવા 6 જેટલા ગુન્હાઓ અને પોલીસની દરખાસ્તને ધ્યાને લઇ કાયદાની મર્યાદામાં તડીપાર હુકમ કરવામાં આવેલ છે.

એસડીએમ દ્વારા તડીપારનો હુકમ કરાયો
એસડીએમ દ્વારા તડીપારનો હુકમ કરાયો

સંસ્થાના દબાણમાં તડીપારનો હુકમ કરાયો-એસ.પી. સ્વામી
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને તડીપાર કરાતા કહ્યું હતું કે, આ નિર્ણય સંસ્થાના દબાણ હેઠલ લેવામા આવ્યો છે. આ મુદ્દે અમે ન્યાયતંત્ર માં અને સરકાર માં રજૂઆત કરીશું. તેમજ ખરેખર કોઈ તટસ્થ એજન્સી અને સી.બી.આઈ. ને તપાસ સોંપવામાં આવે તો સાચી હકીકત અને તંત્રની એક તરફી અને સત્તાના દુરૂપયોગ ની બાબત ખુલ્લી પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...