હાલાકી:ધંધુકા-ભાવનગર સ્ટેટ હાઈવેના ફોરલાઈનનું ધીમી ગતિએ ચાલતું કામ

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે સાંસદ, ધારાસભ્ય, માર્ગ-મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી

ધંધુકા- બરવાળા- વલ્લભીપુર-ભાવનગર સ્ટેટ હાઇવેની ફોરલાઈન રૂપાંતરિત કામગીરી અત્યંત મંદગતિએ ચાલી રહી છે, ફોરલાઈનની કામગીરી દરમ્યાન અનેક ડાયવર્જનો આપવામાં આવ્યા છે, આ રોડ છેલ્લા ત્રણ વર્ષ થી અતિશય ખરાબ હાલત માં છે, જેના લીધે વાહન ચાલકોને મુસાફરીમાં દોઢો સમય લાગે છે, આ રોડ પર ઘણી જગ્યાએ ભયંકર ખાડાઓ છે અને અનેક ડાયવર્જનોને કારણે અકસ્માત થવાના બનવો પણ વધી રહ્યા છે.

આ સ્ટેટ હાઈવે ફોરલેન માં રૂપાંતર કરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ ફોરલેન હાઇવે ના નિર્માણ બાદ દર વર્ષે હાઈવે ની આજુબાજુ દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થવાની સંભાવના રહેલી છે જેને લઇને અનેક ગામોના હજારો ખેડૂતો-લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે, દેખીતી રીતે આ બાબત ખૂબ જ નાની છે પરંતુ 100 કિલોમીટરના અંતરમાં આપ ના માધ્યમથી દરેક ગામ ના સરપંચ તેમજ આગેવાનો સાથે સંકલન કરી વિભાગના જેતે અધિકારીઓ પાસે સચોટ રીપોર્ટ બનાવી આ વરસાદી પાણીના નિકાલ માટે રોડની બાજુમાં કેનાલ બનાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...