કાર્યક્રમ યોજાશે:બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીમદ્ ભાગવત્ કથામૃત કાર્યક્રમ યોજાશે

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 5 વર્ષ પુરા થતાં હોવાથીઘનશ્યામ મહારાજ પંચામૃત મહોત્સવ તા.14 થી 18 ડિસેમ્બર સુધી ઉજવાશે

બોટાદમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સંસ્કાર મેળવે તે હેતુથી 5 વર્ષ પહેલા સ્વામિનારાયણ મંદીરની સ્થાપના કરી હતી. જેમાં આરાધ્ય દેવ ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી હતી.

જેને આ વર્ષે 2022 ડિસેમ્બરમાં માગસર વદ 10ના રોજ 5 વર્ષ પુરા થતાં હોવાથીઘનશ્યામ મહારાજ પંચામૃત મહોત્સવ તા.14/12/22 થી 18/12/22 સુધી ઉજવાશે. આ મહોત્સવ અંતર્ગત અ.નિ.મનુભાઈ ખીમજીભાઈ ખેરડીયાની પુણ્ય સ્મુતિમાં શ્રીમદ ભાગવત દશમ સ્કંધ પંચાહ પારાયણનું આયોજન કરવામાં આવશે. જેમા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સુ-મધુર શૈલીમાં સંગીત સાથે કથાનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં કથા પારાયણ, યજ્ઞનારાયણ, સાંસ્ક્રુતિક કાર્યક્રમો, મેડીકલ કેમ્પ જેવા અનેકવિધ કાર્યક્રમો સાથે મહોત્સવ ઉજવાશે.

પંચામૃત મહોત્સવ દરમિયાન વડતાલ પીઠાધીપતી આચાર્ય રાકેશપ્રસાદજી પધારી હરીભક્તોને દર્શન આર્શીર્વાદનો લાભ આપશે. આ 5 દિવસ ચાલનારા મહોત્સવમાં તા.14 ડિસેમ્બરના બુધવારે પોથીયાત્રા સવારે 9:00 કલાકે સ્વા.મંદિર રાજપુત ચોરાથી સ્વા.ગુરૂકુળ સુધી યોજાશે.

મહોત્સવ ઉદઘાટન કાર્યક્રમ સવારે 11:00 કલાકે યોજાશે. કથા પ્રારંભ સવારે 11:15 કલાકે થશે અને રાત્રે 8:00 કલાકે લોક ડાયરો યોજાશે. તેમજ તા.15 ડિસેમ્બર ને ગુરૂવારે સવારે 11:30 કલાકે શ્રી રામ જન્મોત્સવ ઉજવાશે. સાંજે 5:00 કલાકે શ્રી ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવાશે. રાત્રે 8:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તા.16 ડિસેમ્બર શુક્રવારના રોજ યજ્ઞ પ્રારંભ 3:00 કલાકે થશે, કિટ વિતરણ કાર્યક્રમ સાંજે 4:30 કલાકે યોજાશે. સુન્દરકાંડ પાઠ સાંજે 8:30 થી 11:00 કલાક સુધી યોજાશે. અને તા.17 ડિસેમ્બર શનિવારના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દિવસ તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ મંગળા આરતી પુષ્પાભિષેક, અન્નકુટ આરતી, કથા પુર્ણાહુતિ, યજ્ઞ પુર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...