• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Shot 5 Rounds At A Young Man In Public And Killed Him, It Was Found That He Had An Affair With His Wife Behind The Murders.

બોટાદમાં ખેલાયો ખુની ખેલ:જાહેરમાં યુવક પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો, હત્યા પાછળ પત્ની સાથેના આડા સંબંધનું તારણ

બોટાદ2 મહિનો પહેલા
  • પોલીસે અલગ-અલગ ટિમો બનાવી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
  • ઘટના સ્થળેથી પોલોસને ચારથી પાંચ વપરાયેલા કાર્તિસ પણ મળી આવ્યા

બોટાદ શહેરમાં મોડી રાત્રીના યુવાન પર ધડાધડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. શહેરના નવનાળા પાસે મોહસીન નામના યુવાન પર જૂની અદાવતના મામલે પાંચથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનની ફાઈલ તસવીર
મૃતક યુવાનની ફાઈલ તસવીર

જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
બોટાદ શહેરમાં ગત મોડી રાત્રે શહેરના નવનાળા વિસ્તારમાં એક મોહસીન નામના યુવાનની પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આહી જે રીતે ઘટના સ્થળ પર લોહીના ખાબોચિયા આપ જોઈ રહ્યા છો તે સ્થળ પર મોડી રાત્રે યુવાનને છાતીના ભાગે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. ત્રણથી ચાર લોકોએ જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને યુવાનની ડેડબોડીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને પોલીસે હત્યારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તમામ શખ્સો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે
હત્યા બાબતે બોટાદ ડીવાયએસપી એસ.કે. ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહોસીન માંકડ નામના યુવકનું મોડી રાત્રે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. જે બનાવ અંગે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળેથી પોલોસને ચારથી પાંચ વપરાયેલા કાર્તિસ પણ મળી આવ્યા છે. અને ઘટનામાં 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ફાયરિંગ કરનાર આરોપીઓ અફઝલ, સીરાજ, તારીફ અને ઈરફાન ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કર્યાનું જાણવા મળ્યું છે. જે તમામ શખ્સો મરણ જનાર અને આરોપીઓ તમામ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે હત્યા કરવાનું કારણ એ જાણવા મળ્યું છે કે, મરણ જનાર શખ્સના આરોપી અફઝલ નામના શખ્સની પત્ની સાથે આડા સંબંધ હોય અને તેનું દાજ રાખી તેમની હત્યા કરાઈ હોય તેવુ જાણવા મળ્યું છે. હાલ પોલીસે LCB ​સહિત અલગ-અલગ ટિમો બનાવી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...