હાલાકી:બોટાદની ગોકુલધામ સોસાયટીમાં ગટરનાં પાણી રોડ ઉપર ફરી વળ્યા

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. - Divya Bhaskar
રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
  • સ્થાનિક લોકોએ ગટર સાફ કરાવવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી

બોટાદ શહેરનાં ભાંભણ રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં ગટર બ્લોક થઇ જતા ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. ગટર ઉભરાતા તેનું ગંદુપાણી રોડ ઉપર સતત વહેતા લોકોને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગટરને વહલી તકે સાફ કરાવવામાં માટે સ્થાનિક લોકોએ ન.પા.ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

બોટાદમાં ભાંભણ રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં ગટર લાઈન નાખવામાં આવી છે. જે ગટરલાઈન બ્લોક થઈ જતા ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. રોડ ઉપર ગટરનું ગંદુ પાણી સતત વહેતું રહેતા આ રોડ ઉપરથી પસાર થતા લોકો ગંદાપાણીમાંથી પસાર થવું પડે છે. આ રોડ ઉપર સતત ભરાય રહેતા પાણીના લીધે આ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈ આ વિસ્તારનાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ ઉપર ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ થતો હોવાથી સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

આ ગટરની સફાઈ કરાવા સ્થાનિક લોકોએ તંત્રને મૌખિક સચૂના આપી હોવા છતાં કોઇપણ જાતની સફાઈ કરવામાં આવી નથી ત્યારે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવે તે માટે ગોકુલધામ સોસાયટીનાં રહીશોએ બોટાદ નગરપાલિકા ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે ગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...