તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવીડ 19 વાયરસના કારણે WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે અનુસંધાને સરકાર શ્રી દ્વારા કોવિડ ના સંક્રમણને ફેલાતું અટકાવવા તા.22/3/20 ના રોજ જનતા કર્ફ્યું. તા. 25/3/20 થી લોકડાઉન જાહેર કરેલ તા. 22/3/20 થી તા. 24/06/20 સુધીના લોકડાઉન અને લોકડાઉન દરમિયાન અબોલ જીવ જરૂરિયાતમંદ લોકોને રાસન ભોજન તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થાના સહિયારા પ્રયાસથી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતાં તા.27 ડિસેમ્બર ના રોજ તુરખા રોડ ખાતે આવેલી જેનિયસ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. મનીષ બિસ્નોય ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જ્યુરી મેમ્બર, હર્ષદ મહેતા જિલ્લા પોલીસ અધિક્ષક બોટાદ, હરિજીવન સ્વામી ચેરમેન ગઢડા સ્વામી મંદિર, માધવ સ્વામી ગુરુકુળ બોટાદ, દક્ષેશભાઈ માણિયા પ્રમુખ જેનિયસ સ્કૂલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોવિડ19 ની મહામારીમાં જુદા જુદા લોકડાઉનમાં બોટાદમાં જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા આ સંસ્થાઓના પ્રતિનિધિઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
સેવાભાવી ટીમમાં મયુરભાઈ એસ.જમોડ, હુસેનભાઇ શ્યામ, સલીમભાઈ (ભારત સીંગ), જીગ્નેશભાઈ બોળીયા, જગદીશભાઈ ચૌહાણ, યુનુસભાઈ (જનતા ફરસાણ), રવિભાઈ ખાટસુરિયા, રાજુભાઈ ઘાઘરેટિયા, કલ્પેશભાઈ ગાંધી, સંદીપભાઈ જાદવ, ફારૂકભાઈ મેમણ, પારસભાઈ બારભાયા, ધવલભાઈ ચાવડા, ઉદિતભાઈ જોષી, મોટુંભાઈ માળી, નરેન્દ્રભાઇ કે. દેસાઈનો સમાવેશ થાય છે. સંસ્થાઓ 77(રસોઈ), વ્યક્તિઓની ટીમ 1045, વાહનો 727, ભોજન 1845796 લોકોને, રાશન 797949 કિલો, પ્રાણી પક્ષીઓ ને 1009308 કિલો ઘાસચારો, કુતરા માટે લાડુ સુખડી રોટલા પક્ષીઓ માટે ચણ વગેરે, માસ્ક 71670, બિસ્કીટ પેકેટ 12138, પાણીની બોટલ 7675, સેનેટાઈઝર ની બોટલ 13500, ફેશ શિલ્ડ 10500, સાબુ 16905, અન્ય સંસ્થાઓ 32 દ્વારા વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.