ચુંવાળ પંથકના રામપુરા, કોઇન્તિયા સહિત પંથકમાં ગુરુવારે સવારના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં ગામના એક યુવકનું વીજળીના કડાકાના અવાજથી મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. કોઇન્તિયા ગામના યુવક સતીશજી ઉદાજી ઠાકોર (ઉંમર અંદાજે 30 થી 35 વર્ષ ) ગુરૂવારે સવારે પોતાના ખેતરમાં ગયો હતો. ગામના પશુપાલકને આ યુવકની લાશ ખેતરમાં મળી આવતા યુવકના વાલી વારસને જાણ કરી હતી. 108 દ્વારા યુવકની લાશ ને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાઈ હતી.
દેત્રોજ પોલીસની ટીમ દ્વારા યુવકની લાશના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ અંગે લોકોના જણાવ્યા મુજબ યુવકનું મોત વીજળી ના કડાકા ભડાકાના અવાજથી હૃદય બેસી જતા યુવકનું મોત થયું હોવાનું જણાવી રહ્યા છે પરંતુ મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ માલુમ પડે તેમ છે. તેમજ વધુ એક બનાવ રામપુરા ભંકોડાના પ્રહલાદભાઈ ભીખાભાઈ સોલંકીની ભેંસ ઘરે બાંધેલી હતી તે દરમિયાન વીજળીના કડાકા ભડાકાના અવાજથી ઢળી પડતા મોત નીપજ્યું હતું. ભેંસના મોત બાબતે પશુ ડોક્ટરે વીજળીના કડાકાના અવાજના કારણે ઘણી વાર પશુનું હૃદય બેસી જવાના કારણે મોત નીપજતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.