રાણપુર સજ્જડ બંધ:રાણપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતર્યા; ઠેર-ઠેર ગંદકીના થર જામતા લોકો હેરાન

બોટાદ5 દિવસ પહેલા

બોટાદ જિલ્લાનું રાણપુર શહેર જ્યાં ગ્રામ પંચાયત કચેરી આવેલ છે. અહીંયા સાફ સફાઈ માટે 50 જેટલા રોજમદાર છે અને ગામની સાફ સફાઈ કરતા હોય છે. ત્યારે છેલ્લા 30 દિવસથી તેમને આઠ કલાક નોકરી ઉપર રાખવામાં આવે તેવી માંગ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. જેના પગલે ગામની મુખ્ય બજારો અને શેરીમાં સફાઈના થતા ઠેર-ઠેર જગ્યાએ ગંદકીના થર તેમજ રોડ ઉપર ગટરો ઉભરાતી જોવા મળે છે. ત્યારે સફાઈ કામદારો હડતાળ ઉપર હોવાથી ગ્રામ પચાયત દ્વારા કોન્ટ્રાક્ટ બેજ ઉપર કર્મચારી લાવતા તેના ઉપર રેગ્યુલર સફાઈ કર્મચારીઓએ હુમલો કરતા મામલો બીચકયો હતો. જેના પગલે નગર સેવા સમિતિ દ્વારા આજે રાણપુર બંધનું એલાન આપતા સમગ્ર શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ત્યારે સફાઈ કામદારો અને ગ્રામ પંચાયતની વચ્ચે શહેરજનો અને વેપારીઓ સફાઈ ના થવાના કારણે મુશ્કેલીઓમાં મુકાયા છે.

ગોસુભા પરમાર પરમારે શુ કહ્યું સફાઈ કામદારો ને લઈ?
સફાઈ કરતા કર્મચારીઓ ને આઠ કલાક નોંકરી ઉપર રાખ્યા હતા અને લઘુતમ વેતન આપતા હતા તેમ છતાં તેઓ સમય સર કામ કરતા નથી અને છેલ્લા 40 વર્ષ થી આવીજ રીતે હડતાળ ઉપર ઉતરી ગામને બાનમાં લે છે અમે ગઈકાલે કોન્ટ્રાક્ટ બેજ ઉપર સફાઈ કર્મચારીઓ લાવ્યા હતા તો રેગ્યુલર કર્મચારીઓ દ્વારા તેમને મારવામાં આવેલ છે. અને અમે આ બાબતે 10 લોકો સામે ફરિયાદ નોંધાવેલ છે .જ્યારે રાણપુર પોલીસમાં આ બાબતે મૌખિક પૂછતાં કોઈપણ ફરિયાદ થઈ નહિ હોવાનું જણાવેલ.

નગરસેવા સમિતિ સેવા સમિતિ એ આપ્યું રાણપુર બંધ નું એલાન શુ કારણ?
રાણપુર સજ્જડ બંધનું કારણ એજ છે કે અહીંયા સફાઈ થતી નથી અને અહીંયા ના જે સફાઈ કર્મચારીઓ છે તે કામે આવતા નથી. અને સરપચ દ્વારા કોન્ટ્રાક્ટ બેજ ઉપર સફાઈ કર્મચારીઓ લાવેલ તેના ઉપર રેગ્યુલર સફાઈ કર્મચારીઓએ માર મારતા સજ્જડ બંધનું એલાન આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...