છેતરપીંડી:સાળંગપુર હનુમાનજી મંદિરની ખોટી લીંક બનાવી હરિભક્તો સાથે છેતરપીંડી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ઈસમે મંદિરના ફોટા,ધર્મશાળાના રૂમના ફોટાઓનો ઉપયોગ કરી રૂ.12,520ની છેતરપિંડી કરી

સાંળગપુર હનુમાનજી મંદિરની કોઈ અજાણ્યા ઈસમે ખોટી લીંક અને વેબપેજ બનાવી ઓનલાઈન રૂમ બુક કરી આપવાની જુદા જુદા હરીભક્તો સાથે રૂ.12,520 ની છેતરપીંડી આચરતા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં નોકરી કરતાં નયનભાઈ શાંતીલાલ શાહ મંદીરમા વ્યવસ્થાપકમાં ઉતારા વિભાગમાં કામ કરે છે. નયનભાઈ તા.19/10/22 ના રોજ સાંજના 8:00 વાગ્યે સાળંગપુર મંદિરના ઉતારા ઓફીસ વ્હાઈટ હાઉસ ખાતે હાજર હતા, તે દરમ્યાન એક હરીભક્ત ત્યાં ઉતારા માટે આવેલા અને તેમને કહ્યું કે મંે અહીં ઓનલાઈન રૂમ બુક કરાવ્યો હતો.

જેનુ પેમેન્ટ પણ કરી આપેલ છ.ે તેમ કહી 1 સ્ક્રીનશોર્ટ બતાવેલ જેમા ટ્રસ્ટ ધર્મશાળાના નામે રૂ.4000 ટ્રાન્સફર કરેલા હતા. જેથી નયનભાઈએ તે હરીભક્તને કહ્યું કે અમારા મંદીરના ઉતારામાં આવુ કોઈ ઓનલાઈન બુકીંગ થતું નથી તેમ જણાવતા તે હરીભક્તે રોકડા રૂપિયા આપી પોતાના પરિવાર સાથે રોકાયા હતા.

મંદીરના નામે આવી કોઈ છેતરપીંડી થાય છે કે કેમ તે બાબતે તપાસ કરવા નયનભાઈએ મંદીરનાં નીલકંઠ ભગતને જાણ કરી હતી જેથી નીલકંઠ ભગતે ઓનલાઈન ગુગલમાં ચેક કરતા સાળંગપુર ટ્રસ્ટ ધર્મશાળા નામનુ વેબપેજ જોવા મળેલ જેમા મંદીરના ફોટા તેમજ ઉતારાના રૂમના અંદરના ભાગના ફોટાઓ મુકેલા હતા તેમજ ઓનલાઈન બુકીંગ માટે મો.નં 9101597560 હતો અને આ વેબપેજની લીંક હતી પરંતુ આ વેબપેજ મંદીરનું ન હોય અને કોઈ અજાણ્યો ઈસમ હરીભક્તોને ઓનલાઈન રૂમ બુક કરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...