• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Saurabh Patel Group Upset After Ghanshyam Virani's Name Was Announced, About 100 Leaders Will Present To Gandhinagar C.R Patil

બોટાદ ભાજપમાં નારાજગી:ઘનશ્યામ વિરાણીના નામની જાહેરાત થતાં સૌરભ પટેલ જૂથ થયું નારાજ, 100 જેટલા આગેવાનો ગાંધીનગર C.Rપાટિલને કરશે રજૂઆત

બોટાદ24 દિવસ પહેલા

બોટાદ 107 વિધાનસભા ભાજપના ઉમેદવાર જાહેર થતાની સાથે જ સંગઠનમાં વિરોધ જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે સંગઠનના મહત્વના હોદ્દેદારો એકઠા થઈ ગાંધીનગર સી.આર પટીલને રજૂઆત કરવા નીકળ્યા હતા. સૌરભ પટેલને ટિકિટ આપે તેવી તેમના દ્વારા માગ કરવામાં આવી હતી. નહિંતર આગમ્ય દિવસોમાં ભાજપ આ બેઠક ગુમાવી શકે છે તેવું આપ્યું નિવેદન કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતુ.

બોટાદ બેઠક ઉપરથી ભાજપ પક્ષ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીને ટિકિટ આપતા સંગઠનમાં વિરોધ જોવા મળ્યો ​​​​​​​હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો, માર્કેટિંગ યાર્ડના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ, શહેર સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, કિસાન મોરચાના સભ્યો સહિતના 100 જેટલા આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ અને સૌરભ પટેલને ટિકિટ આપે તેવી તેમના દ્વારા માંગ ઉચારવામાં આવી છે. સૌરભ પટેલને ફરી પાછી ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે આ આગેવાનો ગાંધીનગર સીઆર પટીલને રજૂઆત કરવા નીકળ્યા હતા.

પ્રદેશના આગેવાન ગણપત કનજારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલના જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ઘનશ્યામભાઈ વિરાણી તે આ વિસ્તાર માટે નવો ચહેરો હોઈ એટલે સૌરભભાઈ પટેલને ફરી પાછી ટિકિટ આપવામાં આવે. જો સૌરભ પટેલની ટિકિટ નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવી શકે છે. તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...