ફરિયાદ:બોટાદની દીકરીને કરીયાવાર અંગે સાસરિયાની મારી નાખવાની ધમકી

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પતિ, સાસુ અને માસીજી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

બોટાદની દીકરી ઉપર પતિ, સાસુ અને માસીજી સાસુએ કરીયાર બાબતે અવારનવાર મેણાટોણા અને ઢીકાપાટુંનો માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો છુટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસુ અને માસીજી સાસુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ બોટાદમાં ભાવનગર રોડ પર સીતારામનગર-2માં રહેતા અને વડોદરા પીરામીતા રોડ કાચ્છીયાપોળ, મુકુન્દ વાલીમાં સાસરી ધરાવતા ગોપીબેન જયમીનભાઈ ચૌહાણને લગ્ન જીવન દરમિયાન તેમના સાસુ, માસીજી સાસુ અને પતિ કારીયાવર બાબતે વારંવાર મેણાટોણા મારી તું સારો કરીયાવર નથી લાવી, તને પગની તકલીફ છે તેમ કહી સાસુ અવારનવાર માર મારતા હતા તેમજ તેના સાસુ અને તેમના માસીજી સાસુ તેમના પતિને તારા પીયરીયાઓ સાવ ભિખારી છે કારિયાવરમાં કઈ આપ્યું નથી.

તેમ કાન ભંભેરણી કરતા પતિ આવાર નવાર માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આ દરમિયાન તા.23/7/21ના રોજ ગોપીબેનના પતિ જયમીનભાઈએએ ગોપીબેનને અને ગોપીબેનની દીકરી દેવાંશીને બોટાદ તરછોડી વડોદરા જતા રહ્યા છતાં ત્યાબાદ ગોપીબેનને તેમના પતિ અને સાસુ દ્વારા વારંવાર ફોન કરીને તારા પીયરીયાને ભીખ માંગતા કરી દેવાના છે અને રોડ ઉપર લાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને પોલીસ ફરિયાદ કરીશ તો છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી.

ગોપીબેન તેમના સાસરિયાવાળાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તા. 20/11/21ના રોજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ જયમીન અશોક ચૌહાણ, સાસુ વર્ષા અશોક ચૌહાણ અને માસીજી સાસુ મીનાક્ષી અશ્વિન પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...