તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સમઢીયાળા નં.2 ગામના સરપંચ પરિવારને મારી નાખવાની ધમકી

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ તાલુકાના સમઢીયાળા નં.2 ગામના સરપંચ બચુભાઈ ભલાભાઈ પરમારનો પુત્ર નાની વાવડી ગામના રાહુલ ગભરુભાઈ ચાવડાની બહેનને ભગાડી ગયો છે તેવો આક્ષેપ કરી નાનીવાવડી ગામના ચાર લોકોએ સરપંચ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના સમઢીયાળા નં.2 ગામના સરપંચ બચુંભાઈ ભલાભાઈ પરમારનાં મોબાઈલમાં 24/8/21નાં રોજ રાણપુર તાલુકાના નાનીવાવડી ગામના રાહુલ ગભરુભાઈ ચાવડાએ ફોન કરી કહ્યું હતું કે તમારો દીકરો મારી બહેનને ભગાડી ગયો છે અને ત્યારબાદ નાની વાવડી ગામના રાહુલ ગભરુ ચાવડા, મુકેશ નાગર ચાવડા, સંજય મુના ચાવડા અને એક અજાણ્યો ઇસમ પાઈપ અને ધારિયું લઈને રાત્રે 8.૩૦ સમઢીયાળા નં.2 ગામે સરપંચ બચુંભાઈ ભલાભાઈ પરમારનાં ઘરે આવીને કહેવા લાગ્યા હતા કે મારી બહેનને આપી દેજો નહિતર તમને બધાને જાનથી નાખવાના છે અને અપશબ્દો બોલવા લાગ્યા હતા.

.આ બનાવ અંગે સરપંચનાં પત્ની ઇન્દુબેન બચુભાઈ પરમારે બોટાદ પોલીસે સ્ટેશનમાં રાણપુર તાલુકાના નાનીવાવડી ગામના રાહુલ ગભરુ ચાવડા, મુકેશ નાગર ચાવડા, સંજય મુના ચાવડા અને એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...