બરવાળા લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગના જવાબદાર અધિકારી તેમજ કર્મચારીઓ દ્રારા ફરજમાં બેદરકારી થઈ હોય જેના ભાગ રૂપે ગઈકાલે ગ્રહ વિભાગ દ્રારા બોટાદ તેમજ અમદાવાદ ગ્રામ્ય એસ.પી.ની બદલી સહિત 6 જેટલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા પોલીસ આલમમાં ફફડાટ જોવા મળતો હતો.
ગ્રહ વિભાગ દ્રારા 2 આઈ.પી.એસ. સહિત ડી.વાય એસ.પી.,પી.આઈ તેમજ પી.એસ.આઈ મળી કુલ 6 લોકોને સસ્પેન્ડ કરતા ગઈકાલથી જ પોલીસ કર્મચારીઓમાં અલગ અલગ ચર્ચાઓ સાથે ભયનો માહોલ હતો. તે વાતની ચર્ચા વચ્ચે આજે ડી.જી. ઓફિસ દ્રારા એલ.સી.બી,એસ.ઓ.જી. સહિત રાણપુર તેમજ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ 12 પોલીસ કર્મચારીને અલગ અલગ જિલ્લામાં બદલીનો ઓડર કરતા પોલીસ બેડાંમાં હાલ તો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોની અને ક્યાં થઈ બદલી કરાઈ
6 અધિકારી સસ્પેન્ડ અને 2 આઈપીએસની બદલી બાદ 12 પોલીસ કર્મચારીઓની બદલી થતાં પોલીસ વિભાગમાં સન્નાટો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.