કાર્યવાહી:રાણપુર તાલુકાના સાંગણપુર, ધારપીપળાના 2 ઇસમ તડીપાર

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બંને યુવકો ખુન કરવાની કોશિષ, રાયોટિંગ, મારામારી તથા રેતી ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા

રાણપુર પોલીસે ખુન કરવાની કોશિષ, રાયોટિંગ, મારામારી તથા રેતી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સાંગણપુર અને ધારપીપળા ગામના બે યુવકોને તડીપાર કર્યા છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માથાભારે ઇસમો વિરુદ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરવાની સુચનાને લઇ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ જે તે વખતે રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી.સગરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ખુન કરવાની કોશિષ, રાયોટીંગ, મારામારી તથા રેતીચોરીના ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે બે ભુમાફીયા ઇસમો કાના કેહાભાઇ સાટીયા (ભરવાડ ઉ.વ.28 રહે.સાંગણપુર) અને દાના ચોથાભાઇ જોગરાણા (ભરવાડ ઉ.વ.33 રહે.ધારપીપળા) વિરુદ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરી મે.સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળાને મોકલી આપતા સંકેત પટેલ સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંતે ઉપરોક્ત બન્ને માથાભારે ભુમાફીયા ઇસમોને બોટાદ જીલ્લાઓની સમગ્ર હદમાંથી હદપારી કરવાનો હુકમ કરતા રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી.કાલીયા અને પોલીસ સ્ટાફના માણસોએ તા.1/11/21ના રોજ ઉપરોક્ત બન્ને ઇસમોને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભગુપુર ગામ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...