રાણપુર ભાદર નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનો જથ્થો ચોરીને લઇ જતા બે ટ્રેકટર અને લોડર સહિતનો જથ્થો પોલીસે ઝડપી બોટાદ ખાણ ખનીજ વિભાગનાં હવાલે કર્યો હતો. જેના આધારે ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી રૂ. ૩35320નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રાણપુર પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી ખનિજ ચોરીના બનાવો વધી ગયા છે. ખનીજ માફિયાઓ સામે પગલાં લેવામાં ઢીલી નિતિ અખત્યાર કરનારા તંત્રની કામગીરી સામે નાગરિકોમાં સવાલ સર્જાયા છે. ભાદર નદીનાં પટમાંથી રેતીનો જંગી જથ્થો ચોરી કરીને જઇ રહેલા બે ટ્રેક્ટર અને લોડરને અટકાવી પૂછપરછ શરુ કરવામાં આવી હતી.
ત્યારે રેતી લઇ જવા અંગે કોઇ પાસ-પરમિટ મળી ન હતી. જેને લઇ અધિકારીઓ દ્વારા બે ટ્રેક્ટર અને લોડર કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી રૂ. ૩35320નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.