ખેડૂતોમાં આનંદની લાગણી:સાણંદ 1, બોટાદમાં 2 ઈંચ, વિરમગામમાં ધોધમાર વરસાદ

રામપુરા ભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી રાહ જોઇ રહેેલા અને ગરમીથી અકળાઇ ઊઠેલા નાગરિકોને વરસાદથી રાહત મળી

ચુંવાળ પંથકમાં ગુરૂવારના રોજ બપોર બાદ હળવા ઝરમર વરસાદથી શરૂઆત થઈ હતી. શુક્રવારના રોજ બપોરના 12 કલાકથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બપોરના સમયમાં અંદાજે એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચુંવાળ પંથકમાં સાર્વત્રિક ખેતીલાયક વરસાદ વરસ્તા પંથકના ખેડૂતો હરખાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચુવાળ સહિત પંથકમાં છુટા છવાય હળવા વરસાદી ઝાપટા થઈ રહ્યા હતા. પંથકના લોકો ગરમી અને ઉકળાટથી કંટાળી વધુ વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...