તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:સાળંગપુર BAPS સંસ્થાનું બોટાદને 40 ઑક્સિજન કોન્સનટ્રેટર મશીનનું વિતરણ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંસ્થા દ્વારા મોટા પાયે રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ બી.એસ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તા તથા અન્ય કેટલીક વિખ્યાત હૉસ્પિટલોના ડૉક્ટરોને 40 જેટલા ઓક્સીજન કોન્સનટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. જેનો અર્પણવિધિ સમારંભ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં મંદિરના કોઠારી સંત પૂ. જ્ઞાનેશ્વર સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોએ આ મશીનોનું પૂજન કરી કોરોના દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી હતી. કલેક્ટરે પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘B.A.P.S. સંસ્થાએ ખૂબ જ કટોકટીના સમયે આ મહત્ત્વપૂર્ણ સેવા કરી છે તે માટે સંસ્થાના સંતો અને સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

દુનિયાભરના દેશો આ સતત પ્રસરતા અને બદલતા વાઈરસની વ્યાપક અસરથી ગ્રસ્ત છે. હાલ ભારતમાં પણ ખૂબ જ ગંભીર રીતે આ મહામારીનો લાખો લોકોને ચેપ લાગ્યો છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવા કટોકટીના સમયે વિદેશોમાં વસતાં ભારતીયો સક્રિય રીતે ભારત દેશના લોકોની વહારે આવ્યા છે.

જેમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અબુધાબીમાં બની રહેલ B.A.P.S .હિન્દુ મંદિર તરફથી ગુજરાતની મદદે ઑક્સીજન ટેન્ક, સિલીન્ડર અને કોન્સનટ્રેટર મશીન મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી દર મહિને 440 મેટ્રીક ટન જેટલો લીકવીડ ઑક્સીજનનો સપ્લાય આ અઠવાડિયાથી ગુજરાતને મળવાનો શરૂ થયો છે. ગુજરાત સરકાર તેમજ સ્થાનિક અધિકારીઓ દ્વારા તથા B.A.P.S. સ્વામિનારાયણ સંસ્થાના વ્યાપક તંત્ર દ્વારા જરૂરિયાતમંદો સુધી આ ઑક્સીજનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...