તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સાળંગપુર હનુમાનજી મંદિરે સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરંભ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
  • યજ્ઞશાળામાં 1000 કળશોનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન એવં દ્રવ્ય પૂરણ કરી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન કરવામાં આવ્યું

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.27 ઓગસ્ટ 2021ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્ર કળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે પ્રાત: કાળે શણગાર આરતી સવારે 5.45 કલાકે પુજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસનને મોગરા તથા ગલગોટાના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. યજ્ઞશાળામાં 1000 કળશોનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન એવં દ્રવ્ય પૂરણ કરી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન તેમજ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

બપોરે 3 કલાકે ભવ્ય જળયાત્રા નારાયણકુંડથી યજ્ઞશાળા સુધી પગપાળ ચાલીને વાજતે-ગાજતે ઢોલ-નગારા, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, ગજરાજ, આદિવાસી નૃત્ય,ઘોડાઓ સહિત સંતો-મહંત-ભક્તો સાથે યોજવામાં આવી હતી.દાદાના દિવ્ય શણગારનો તથા સહસ્ર કળશ અભિષેક ઉત્સવના પ્રારંભનો લાભ ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજી દાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...