કાર્યવાહી:રોજીદની જ દીકરી પોટલી વેચી 10ને ભરખી ગઈ...

બોટાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામની જ દીકરી ગજુ વડદરીયા રૂ. 20માં દારૂની પોટલી લોકોને પીવડાવતી, ગામના જ લોકોના મોતનું કારણ બની

રોજીદની દકરી ગજુબેન પ્રવિણભાઈ વડદરીયા પીન્ટુ પાસેથી દેશી દારૂ લઈ ઘરે જ વેપાર કરતી હતી અને તેનો પતિ અને પુત્ર અનિલ સપ્લાય કરતા હતા. 24 જુલાઈએ પીન્ટુએ દેશી દારૂનો જે જથ્થો ગજુને આપ્યોહતો, તે પાણીમાં કેમિકલ નાખીને આપ્યું હતું અને આ કેમિકલયુક્ત દારૂનું ગજુ અને તેના પતિ-પુત્રે આજુબાજુમાં સપ્લાય કર્યો હતો. આ ઝેરી કેમિકલવાળી પોટલીઓ પીને ગામના 10 લોકોના મરણ થયા હતા અને 15થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે.

મૃતકોની યાદી

 • ભુપતભાઈ (દિપક) આર. વાધેલા ઉ.વ.28
 • વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30
 • શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.66
 • ધુડાભાઈ આર. બામરોલીયા ઉ.વ.58
 • દેવજીભાઈ નાનુભાઈ ખોદડા ઉ.વ.50
 • ટીકાભાઈ ભુપતભાઈ ખોદડા ઉ.વ.30
 • ભુપતભાઈ જીણાભાઈ વડગામા ઉ.વ.60
 • દિનેશભાઈ વહાણભાઈ વીરગામા
 • મુકેશભાઈ હમલભાઈ પરમાર
 • ​​​​​​​વિપુલભાઈ વિનુભાઈ કાવેઠીયા

રોજીદ ગામે એકજ દિવસમાં 10નાં મોત થયાં આ લઠ્ઠાકાંડને લઈ એકજ દિવસમા 10 લોકોના મોત થયા હત જેમા 7 લોકોને અગ્નીદાહ આપવામા આવ્યા હતા 2 લોકોને દફનવીધી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...