• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Rishi Bharti Maharaj Of Bharti Ashram Filed A Claim On Botad Seat; If The Ticket Of The Sevak Community Is Not Given, There Is A Fear Of Getting Old

સંતે માંગી ભાજપમાંથી ટિકિટ:બોટાદ બેઠક પર ભારતીઆશ્રમના ઋષી ભારતી મહારાજે દાવેદારી નોંધાવી; સેવક સમુદાયની ટિકિટ ન અપાય તો નવા જુની થવાની ચીમકી

બોટાદએક મહિનો પહેલા

107 બોટાદ વિધાનસભાની ચૂંટણી પહેલાની દાવેદારીને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકીય આગેવાનો બાદ હવે સંતે પણ ભાજપમાં દાવેદારી નોંધાવી છે. સેવક સમુદાયના સમર્થકો સાથે બેઠક કરી સરખેજના ભારતી આશ્રમના ઋષિભારતી મહારાજે દાવેદારી નોંધાવી છે. સેવક સમુદાયે ભાજપને ટિકિટ આપવા માંગ સાથે ટિકિટ ન અપાય તો નવા જુની થવાની ચીમકી ઉચ્ચારી હતી.

બોટાદ બેઠકમાં ભાજપ પક્ષ તરફથી ટિકિટ માગી
107 બોટાદ વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ ભાજપ પક્ષમાં દાવેદારી નોંધાવવાની કામગીરી હાલ શરૂ છે. ત્યારે રાજકીય આગેવાનોએ દાવેદારી નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે રાજકીય આગેવાનો બાદ હવે સંત પણ મેદાનમાં ઉતર્યા છે. વેદાંતાચાર્ય અને ગોલ્ડ મેડાલિસ્ટ અને કર્ણાવતી મહાનગરના સરખેજ ખાતેના શ્રી ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિભારતી મહારાજે સેવક સમુદાયના સમર્થકો સાથે બેઠક કરી, ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઈ 107 વિધાનસભા બેઠક પર ભાજપ પક્ષમાં ટિકિટની માંગણી કરી હતી અને દાવેદારી નોંધાવી છે.

ટિકિટ ન અપાય તો નવા જુની થવાની ચીમકી
ત્યારે ઋષિભારતી મહારાજના સેવક સમુદાયે ભાજપને ભારતી બાપુ સંતની સાથે સાથે લોકહિતમાં કામ કરતા હોય અને વિસ્તારના સમર્થકો દ્વારા તેઓને ટિકિટ આપવા મામલે ભાજપ મોવડી મંડળ વિચાર કરે તેવી માંગ સાથે જો ભાજપ ટિકિટ ના આપે તો આગામી ચૂંટણી સેવક સમુદાય તેમજ કોળી સમાજ સહિત અન્ય સમાજો ભેગા મળી નવી દિશામાં અલગ રણનીતિ ઘટશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે રાજકીય આગેવાનો બાદ હવે સંત પણ ચૂંટણી માટેની ભાજપમાંથી ટિકિટ માંગતા પંથકના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...