બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ)નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલી હતી. જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલા અને જણાવેલું કે, તેઓ લીમડાચોક, શિવાલય મંદિર પાસે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતી વખતે હીરાનો લોટ પડી ગયેલો હોય અને હીરાના પાકીટમાં આશરે રૂપિયા 20,000 થી 25,000ની કિંમતના હીરા હતા.
આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલી ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળ્યાં નહી. જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન. ડાભી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી હે.કો. જયેશભાઈ ચૌહાણ, પો.કો. ધર્મેશભાઈ જીડીયા, આર્મ લોકરક્ષક સંદીપકુમાર રાઠોડ, પો.કો. શીતલબેન ડાભી તથા પો.કો. સોનલબેન ડાભીનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેક્ટ અંતગર્ત લાગેલા સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા પડિ ગયેલા હિરાનું પાકિટ એક કોઈ અજાણ્યા મો.સા. ચાલકે લીધેલું હોવાનું જણાય આવેલું. ત્યારબાદ ITMS સોફ્ટવેરની મદદથી મો.સા.નો રજી.નં. શોંધી કાઢી અને મો.સા. ચાલકનો સંપર્ક કરી અરજદારને હીરાનું પાકીટ પરત અપાવેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.