ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિને બોટાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ કરવા બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે હાકલ કરી હતી. આથી તમામ શિક્ષકો સંઘના પ્રમુખ સહદેવસિંહ ગોહિલની આગેવાનીમાં ગઢડા બ્રાન્ચ શાળા નંબર 4 ખાતે આંબેડકરના ફોટોને ફૂલહાર કરીને જૂની પેન્શન યોજના માટે સંકલ્પ લઈને બંધારણ દિવસની ઉજવણી કરી હતી.
નવી પેન્શન યોજના ખૂબ જ અન્યાયી છે અને શેરબજાર આધારિત નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે જેના લીધે કર્મચારીઓને પોતાનું ભવિષ્ય અસલામત લાગે છે. આ અન્યાયની સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વખતો વખત અનેક આંદોલનો થયા છે.
ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજિતસિંહ ડાભી અને રમેશભાઈ બાવળિયાના સંકલનથી બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય આત્મારામ પરમારને આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.