માંગણી:ધંધુકા અને ધોલેરાના ખેડૂતોને વળતર માટે સંગઠનને રજૂઆત

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કેબિનટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરાઇ

ધંધુકા અને ધોલેરા તાલુકાના ખેડૂતોને અતિભારે વરસાદને લઈ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે ઉભા પાક નાશ પામ્યો છે ત્યારે ધંધુકા તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે માટે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ધંધુકા અને ધોલેરા ભાજપ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધંધુકા વિધાનસભા ઈન્ચાર્જ કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં ધોલેરા ચાંદની ફાર્મ ખાતે ધોલેરા અને ધંધુકા તાલુકાના તમામ ગામમાં અતિવૃષ્ટિને કારણે ખરીફ - પાક નિષ્ફળ જતાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે ધોલેરા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોંલકી, ધોલેરા તાલુકા ભાજપ આગેવાન નિર્મળસિંહ (નિંમ્ભા) ચુડાસમા, છોટુભાઈ રાઘાણી, ધોલેરા તાલુકા ભાજપ મહામંત્રીપ્રધ્યુમનસિંહ (પદુભા) ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ, દિગ્ગપાલસિંહ ચુડાસમા,ધોલેરા APMC ડિરેક્ટર બકુલસિંહ ચુડાસમા, ધંધુકા APMC ચેરમેન સહદેવસિંહ ગોહિલ, ધંધુકા વિધાનસભા આઈ. ટી. સહ ઈન્ચાર્જ પરેશભાઈ હપાણી, ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્યો સંગઠનના તમામ હોદ્દેદારો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...