• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Representation To The Governor To Provide Rs 10 Lakh Assistance To The Families Of Those Killed In Rojid's Lattha Incident

રજૂઆત:રોજીદના લઠ્ઠાકાંડમાં મૃતકોના પરિવારોને 10 લાખની સહાય આપવા રાજ્યપાલને રજૂઆત

બોટાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરવાળાથી ગાંધીનગર ન્યાયયાત્રા કાઢી રાજ્યપાલને રજૂઆત

બરવાળાના રોજીદ ગામેથી થયેલ લઠ્ઠાકાંડમાંમાં મુત્યુ પામનાર મૃતકોના પરિવારજનોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સાથે રાખીને બરવાળાથી ગાંધીનગર ન્યાય યાત્રા કાઢીને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ઉગ્રઆંદોલન અને અનશન ઉપર બેસવાની ચિંમકી અપાઈ છે.

જેમાં મુખ્ય માંગણીઓ બરવાળા ના રોજીદ તેમજ ધંધુકા તાલુકાના આજુબાજુના ગામોમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો તેમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું સરકાર દ્વારા આર્થિક વળતર મળે ,ગુજરાતમાં સખત દારૂબંધીનો અમલ થાય ,બોટાદ જિલ્લામાં સુધા પાંડે તેમજ સુજાતા મજમુદાર જેવા મહિલા એસ.પી. ની નિમણૂક થાય.તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કન્વિનર, વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડાની આગેવાનીમાં અને ગુજરાતના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હ્તુ.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં થયેલા લઠ્ઠાકાંડમાં જે લોકોના મૃત્યુ થયા છે તેઓ ખુબ જ ગરીબ પરિવારના છે અને તેઓનાં પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નાં હોય અને ઘણા પરિવારે તેમના મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે તેથી સરકાર તરફથી તેઓના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવે અને આ લઠ્ઠાકાંડમાં જે ભોગ બનેલા છે કે અમુકે આખો ગુમાવેલી છે તેવા વ્યક્તિના પરીવારોને 5-5 લાખની સહાય આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...